મારા અનુભવો - ભાગ 53

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 53શિર્ષક:- સહજ યોગીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 53.."સહજ યોગી" પશ્ચિમના એક બહુ મોટા દાર્શનિકે કહ્યું છે કે સત્ય તો રસ્તા ઉપર જ પડ્યું છે. તેને શોધવાનું છે જ નહિ. માત્ર આંખો જ ઉઘાડવાની છે. રસ્તા ઉપર પડેલા સત્યને આપણે જોઈ નથી શકતા, કારણ કે તે રસ્તા ઉપર પડ્યું છે. નજીકની અને સહજપ્રાપ્ત વસ્તુનું મૂલ્ય સામાન્ય માણસ કદી નથી સમજી શકતો. તેની આંખો દૂર દૂરની અત્યંત કષ્ટસાધ્ય વસ્તુને શોધવામાં લાગેલી હોય છે.શ્રી ભારતીજીના અવસાનથી મોક્ષ સંબંધી મારી માન્યતાઓ ગૂંચવાઈ ગઈ હતી, તેમાં એક નવી ઘટનાએ ધડાકો કર્યો.ટેકરા મઠના