યુદ્ધ વિનાશક હોય છે અને તેમ છતાં ધરતી પર હર હંમેશા યુદ્ધ લડાતા જ રહે છે આ યુદ્ધોની પાછળ જો કે કેટલાક ખાસ કારણો રહેલા હોય છે પણ અહી જે કેટલાક યુદ્ધોની વાત કરાઇ છે તેનાં કારણો ખુબ જ વાહિયાત હતા.પેરૂ, ચિલિ અને બોલિવિયા વચ્ચે ૧૮૭૯ - ૧૮૮૩ દરમિયાન ભયંકર યુદ્ધો લડાયા હતા જેને ગુઆનો વોર પણ કહેવાય છે અને આ યુદ્ધ પાછળનું કારણ પક્ષીઓની હગાર હતી.આ હગારમાં જો કે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનું પ્રમાણ વિપુલ હોવાને કારણે તેનો ઉપયોગ ખાતર અને ગન પાવડર બનાવવામાં થતો હતો.ગુઆનોનો મુખ્ય ભાગ એટકામા રણવિસ્તારમાં હતો જે સાડાત્રણસો માઇલમાં પથરાયેલું હતું જે પેરૂ અને બોલિવિયાનાં