24. પાણી અને આગ!અમે દરિયાનાં એક પ્રચંડ મોજાં સાથે ઉપર ઊંચકાયાં. આ દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો પૂરો થવા આવ્યો હોઈ સમુદ્રમાં ક્યાંક ઓછું દબાણ સર્જાતાં વંટોળ ઉદ્દભવે એમ વાંચેલું પણ પ્રત્યક્ષ અનુભવ તો આ વખતે જ થયો. મારા શ્વાસ થંભી ગયેલા. હું અમારાં પ્લેનની પેસેન્જર, ડૂબતી નર્સને બચાવવા દોડી ગયેલો. તેને માંડ પકડી શકેલો. ત્યાં એ જેને કારણે ફંગોળાઈ ગયેલી એ દરિયાઈ વંટોળનું પ્રચંડ મોજું અમને ઊંચકી એક દરિયાઈ સ્તંભનું રૂપ લઈ ગોળગોળ ફરવા માંડ્યું. મેં એ નર્સને અને એણે તો ક્યારનો ગભરાઈને મને સજ્જડ પકડી રાખેલો. એમ જ અમે એકબીજાને સજ્જડ ચોંટેલી હાલતમાં જ ગોળગોળ ફરતાં ઊંચે ઊંચકાયાં. અમને એકબીજાના શરીરનાં