હક- રાકેશ ઠક્કર ઇમરાન હાશમીના ફિલ્મ ‘હક’ ના અભિનયની ભરપૂર પ્રશંસા થઈ છે. તેની કેટલીક ફિલ્મો હમારી અધૂરી કહાની, અઝહર, ધ બોડી, સેલ્ફી અને 'ગ્રાઉન્ડ ઝીરો' બૉક્સ ઑફિસ પર અપેક્ષિત પ્રદર્શન કરી શકી નથી. પણ તેના સતત સારા અભિનય પ્રદર્શનને જોતાં એમ જરૂર કહી શકાય કે સારી અને વિવિધતાવાળી ભૂમિકાઓ પર તેનો પૂરો હક છે. અન્ય હીરો જે કરે છે તે ઈમરાન આ સાનીથી કરી શકે છે પણ ઈમરાન જે કરે છે તે કરવા બીજા હીરો તૈયાર થશે નહીં. ‘હક’માં તેની ગંભીર અને પડકારજનક ભૂમિકા દર્શાવે છે કે તે પોતાની છબીમાંથી બહાર નીકળીને અલગ અને દમદાર પાત્રો ભજવવામાં સક્ષમ છે. 'હક' ને વિવેચકો અને દર્શકો