Untold stories - 5

એક હળવી સવાર       આજે રવિવાર હતો. એટલે રોજના કામકાજમાં થોડા આરામનો દિવસ. એટલે મને વિચાર આવ્યો કે આજે શિયાળાની સવાર સવારમાં એક મોર્નીંગ વોક કરી આવું. આમ તો મોર્નીંગ વોક માટે સમય થોડો મોડો કહેવાય પણ છતાં સવારે ૦૭-૦૦ વાગ્યે હું ચાલવા નીકળ્યો. કોઇપણ જાતના ડેસ્ટીનેશન વગર જ બસ ચાલ્યા કરવાનું. આ પણ એક અનુભવ કરવા જેવું છે. મોટા ભાગે લોકો મોર્નીંગ વોક માટે નજીકના પબ્લીક ગાર્ડનમાં જતાં હોય છે. પરંતું આજે મેં કંઇક અલગ વિચારીને ગાર્ડનમાં નહી પરંતું રોડ પર વોકીંગ-ચાલવાનું નક્કી કર્યું.       ચાલતા ચાલતા મેં ઘણાં લોકોને જોયા. અમુક તેમના વાહનો પર એક જગ્યાએથી બીજી જગ્યાએ