પારુલ હેતલના પપ્પાની પાસે હેતલને સમજાવવા ગઈ. પહેલાં તો હેતલને જોઈને તેણીને ગુસ્સો આવ્યો, પણ હેતલની મમ્મીની લાચારી જોઈને થોડીક શાંત થઈ. હેતલને કદાચ આક્રોશથી નહિ પણ પ્રેમથી સમજાવવાની ટ્રાઈ કરી."તને ક્યારેય પણ મેં એવું વર્તવાં દીધું છે કે તું એ ઘરની વહુ છે ?"પારુલનો આવો સવાલ સાંભળીને હેતલ ઉશ્કેરાઈ ગઈ. એ પારુલને મન ફાવે તેમ કહેવાં લાગી, "તમારો આ પ્રેમ કરવાનો ખોટો દેખાડો રહેવા જ દેજો. મારું ડ્રિમ એ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારથી અલગ રહેવાનું હતું. હું મારી ઈચ્છાએથી ઘર ચલાવવાં માંગતી હતી. મારાં ઘરમાં હું આઝાદ પંછીની જેમ રહી છું. તમારી ઈચ્છા મને આઝાદ પંછીની જેમ રાખવાની હતી