એક વખતની વાત છે. જંગલમાં બે પ્રાણી રહેતા —એક સિંહ, ખરા અર્થમાં રાજા; સાચો, સીધો, અને ન્યાયપ્રિય. અને બીજું શિયાળ, નાનું પણ ચાલાક;એના શબ્દોમાં મધ પણ, અને ડંખ પણ....સિંહનો સ્વભાવ એવો કે, ખોટું જોઈ જાય તો તરત ગુસ્સે થઈ જાય, કારણ કે એ ખોટું સહન ન કરી શકે અને શિયાળે તો એ જ ગુસ્સાને પોતાની તાકાત બનાવી લીધી.જ્યારે ક્યારેય સિંહ ગુસ્સે બોલતો, શિયાળ મીઠા શબ્દો બોલી કહેતો — “હું તો ફક્ત આપના હિત માટે જ કહું છું રાજા… આપ તો વિશ્વાસ કરો, હું આપનો જ સેવક છું!” અને એ મીઠાશમાં સિંહની શંકા ઓગળી જતી.પોતાનું હિત ઈચ્છતો શિયાળ સતત સિંહના કાન