After 40's

નારિમાઇન પોઇન્ટ... દરિયો એની મસ્તી માં ઘૂઘવતો જતો હતો. અને આજે એ એકલો માત્ર પોતાની સાથે બપોર ના 2 વાગ્યે દરિયે બેસી રહ્યો હતો.ખૂબ દોડાવ્યો જિંદગીએ એની એને. દોડતા દોડતા એ ક્યારે હાંફતો ગયો એની પણ એને ખબર ન પડી. બસ 20 વર્ષ થી દોડતો જ રહ્યો.આજે સવારે જ્યારે એ ઉઠ્યો ત્યારે સ્મિતા બાજુ માં સુઈ રહી હતી. બાળકો એના રૂમ માં આરામ કરતા હતા.. જ્યારે એ પોતાના ટાસ્ક પુરા કરવા માટે વહેલો ઉઠી ગયો હતો.ત્યાં તો અચાનક એના મોબાઈલ પર અજાણ્યા નંબર પર થી એક msg આવી પડ્યો. "Happy birthday dear."એ વિચારી રહ્યો કે મને dear કહેવાવાળું કોણ છે?