પ્રથમ અધિકાર કોનો ? ‘યશ, હવે આ બધુ મારાથી શહન નથી થતું. હું તને કહ્યે જાઉં પણ તું મારી વાત એક કાનેથી સાંભળી બીજે કાને કાઢી નાખે છે. છેલ્લા ઘણા સમયથી તને વારંવાર કહી રહી છું કે તારી મમ્મીને હું ગમતી નથી. તારી મમ્મી મને કંઈ કામ કરવા દેતી નથી અને કંઈ કામ કરું તો તેમાં મારા વાંક કાઢયે રાખે છે છેલ્લા બે વર્ષથી હું આ બધું સહન કરું છું હવે બસ થાય છે..’. પ્રાચી રડતા રડતા બોલી. ‘પ્રાચી, હું બધું જ સમજુ છું તું હમણાં થોડા દિવસ શાંતિ રાખ, તને તો ખબર છે ને કે મારી જોબને હજુ ત્રણ