23. દરિયાઈ વંટોળમાંફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ્ત્રી પુરુષો એકઠાં થઈ ગયાં. કદાચ પેલો રાતે આગળ આવેલો એ પુરુષ ફરીથી ખી.. ખી.. કરતો ઝડપથી મારી પાછળ ચડ્યો અને ઉપર આવી મને મારું કમર વસ્ત્ર ખેંચી પાછળ એક જોરદાર બટકું ભરી લીધું. એ સાથે મને નીચે ખેંચ્યો.હું નીચે પડ્યો એ સાથે તેઓ મારાં પેટ, હાથ પગ પર પાટુઓ મારવા લાગ્યા. એમને એમ લાગ્યું હશે કે હું એ પક્ષીઓ વાળી દિશામાંથી આવતો હોઈશ અને ત્યાંથી આવતા કોઈ લોકોએ એમને નુકસાન કર્યું હશે એટલે હું પણ એમને કોઈ નુકસાન કરીશ. એમાંના કેટલાક પુરુષો અણીદાર સોટીઓ મારી સામે તાકી પ્રહાર કરતા