યુધિષ્ઠિર મહારાજ, ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ પાંચ પાંડવો તેમના માતા કુંતી સાથે અજ્ઞાતવાસમાં ફરી રહ્યા હતા. દિવસે કોઈને કોઈ જગ્યાએ ફર્યા કરે અને રાત્રે કોઈનું ઘર ગોતી, ક્યારેક કોઈ ઘર ન મળે તો રસ્તે સૂઈ જાય. એ રીતે તેઓ ફરતા ફરતા એક ગામમાં આવી ચડ્યા. એ વખતના રિવાજ મુજબ તેમણે પૂછ્યું કે આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે? ગામવાસીઓએ એક ઘર બતાવ્યું જ્યાં પ્રેમશંકર નામે એક ગરીબ પરંતુ સંસ્કારી બ્રાહ્મણ રહેતા હતા. બ્રાહ્મણે પાંડવોને આવકાર આપ્યો. તેમણે જણાવ્યું નહીં કે અમે પાંડવો છીએ. તેમણે ફરતા ફરતા આવી ચડેલા બ્રાહ્મણ વટેમાર્ગુઓ છીએ એમ કહ્યું. બ્રાહ્મણે તેમને જમવા આપ્યું અને પાંડવો જમીને બ્રાહ્મણના