પ્રાણી જગતનાં સુપરહીરો

સુપરહીરો માત્ર સાયન્સ ફિકસનની દેન છે પણ એ વાસ્તવિકતા છે કે પ્રાણી જગતનાં કેટલાક પ્રાણીઓમાં સુપરપાવર હોય છે.તેમની કેટલીક ગતિવિધિઓ તો આપણને એ જ અનુભવ કરાવતી હોય છે. પક્ષીઓ આગનો ઉપયોગ શિકાર કરવા માટે કરતા હોવાનું ઓસ્ટ્રેલિયાનાં સંશોધકોનાં ધ્યાનમાં આવ્યું છે અને આ આગ તેઓ જાતે જ લગાડતા હોય છે જેથી તેમનો શિકાર બહાર ખુલ્લામાં આવે અને તેઓ તેનો શિકાર કરી શકે.સંશોધકોએ જોયું હતું કે કેટલાક પક્ષીઓ સળગતી લાકડીને કેટલાક ખાસ વિસ્તારોમાં નાંખતા હતા જેથી તેમને શિકાર કરવામાં આસાની થાય.આ આખી વાતને ઇથનોબાયોલોજી જર્નલમાં રજુ કરાઇ હતી. વ્હેલ પોતાના ભોજન માટે નાની માછલીઓ પર નિર્ભર હોય છે.કિલર વ્હેલ એ દરિયાનું