મારા અનુભવો - ભાગ 52

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 52શિર્ષક:- શ્રી શંકરચૈતન્ય ભારતીજીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 52."શ્રી શંકરચૈતન્ય ભારતીજી" ભારતને ધર્મપ્રધાન દેશ કહેવાય છે. ધર્મની પરાકાષ્ઠા આધ્યાત્મિકતા છે. અને આધ્યાત્મિકતા સાધનાથી સિદ્ધ થતી હોય છે. સાધનાની બાબતમાં ભારતીય આધ્યાત્મિક ક્ષેત્રમાં એટલી બધી પ્રચુરતા છે કે સામાન્ય વ્યક્તિ અટવાઈ જાય. ભક્તિ, સેવા, કર્મ, યોગ, તંત્ર, મેલીવિદ્યા, જ્ઞાન, વામાચાર વગેરે અનેક માર્ગો અને પ્રત્યેક માર્ગના અસંખ્ય ઉપમાર્ગો દ્વારા સાધના કરવાનું તે તે માર્ગીઓ લોકોને સમજાવતા હોય છે. અસ્થિર મનવાળો સાધક વારંવાર માર્ગો બદલતો હોય છે અને અસંતોષની સાથે નિષ્ફળતા વહોરતો હોય છે. આ માર્ગ સારો કે પેલો