22. કેદી?હું ઊભો થયો. અત્યારે અંધારિયું ચાલતું હતું તેથી ચંદ્ર ન હતો. આકાશમાં એકદમ ચમકતા અનેક તારાઓ દેખાતા હતા. થોડો નકશો પરિચિત લાગ્યો. પ્લેન ઉડે ત્યારે હવામાં પણ અમુક લેન્ડમાર્ક આવતા હોય છે. અવારનવાર જાય એ પાઇલોટને આકાશનો નકશો પણ થોડો યાદ રહે છે. આ કઈ જગ્યા હોઈ શકે?હું આકાશ સામે જોઉં ત્યાં તો ઉપર નારિયેળી જેવાં વૃક્ષની ટોચ પરથી કાળું, નારિયેળ જેવું જ માથું દેખાયું અને નીચે નાનું ધડ. બે હાથ અને પગ વારાફરતી ટેકવતો એ ફટાફટ ઉતર્યો.એની સીટી સાંભળી હાથમાં નેતર જેવાં લાકડાંનાં જ બનાવેલાં તીર કામઠા સાથે દસ બાર સંપૂર્ણ નગ્ન પુરુષો મને ઘેરી વળ્યા. અંધારાં અને