વાર્તા: પ્રસિદ્ધિ અને અપમાન.વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.ખીચોખીચ ભરેલાં હૉલમાં શ્વેતા દાખલ થતાં જ સૌએ પોતાનાં સ્થાન પર ઉભા થઈ એને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી. આજે શ્વેતા પોતાનાં જીવનનાં એ મુકામે હતી જ્યાં પહોંચવાની કદાચ એણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય! એ અલગ વાત છે કે અહીં પહોંચવું એ એની જીદ હતી. એક કલાકનો કાર્યક્રમ હતો. શ્વેતાને એક ઉત્તમ લેખિકા તરીકેનો એવૉર્ડ મળવાનો હતો. આખોય સમારંભ ખૂબ સારી રીતે પૂર્ણ થયો. શ્વેતાએ પણ ખૂબ સુંદર રીતે પોતાનું પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું. પણ જેવું એનું આ વક્તવ્ય પૂર્ણ થયું કે તરત જ પ્રેક્ષકોમાંથી એક વીસ બાવીસ વર્ષની છોકરી સ્ટેજ પર આવી