21. બીજા છેડે શું હતું?કોઈ તરફથી સમુદ્રની ખારી હવાની લહેરખી આવી. એ તરફ હું એ કહોવાએલી લાશને મેં ફેંકેલી ઝાડની ડાળી વડે ધકેલતો પેલાં લીસાં થડ સુધી લઈ આવ્યો. જેમતેમ કરી લાશ એ થડ ઉપર ચડાવી સૂકી ડાળીની લાકડી અને હાથથી ધક્કો દેતો એ સમુદ્રની લહેરખી તરફ ગયો. ત્યાં સામે જ સમુદ્ર હતો પણ હજી નીચે. અહીં પણ ઊંચા ખડક પર હું ઊભો હતો, મારાથી બાર પંદર ફૂટ નીચે ઘૂઘવતો દરિયો હતો.હવે મને લાશ ધકેલવાનું જોર પણ ખૂબ પડતું હતું. કોઈક રીતે એની ડોક ઊંચી કરી ખભે લાશ થોડી ઊંચકી હજી જેમતેમ કરી લાશને ખભે મૂકી હું સાવ ખડકની ધાર