મારા અનુભવો - ભાગ 51

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 51શિર્ષક:- નિંદા પ્રસ્તાવલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 51."નિંદા પ્રસ્તાવ"વર્ણધર્મનાં મૂળ આભડછેટમાંથી પાણી મેળવે છે એટલે નખશિખ અભડાઈ જવાના વિધિઓ તથા નિષેધો બતાવાયા છે. બૌદ્ધ સાધુઓ પર્વતો પાર કરીને તથા સમુદ્ર તરીને દૂર દૂર સુધી ધર્મપ્રચાર માટે ગયા હતા અને અડધા વિશ્વને બૌદ્ધધર્મી બનાવ્યું હતું. પણ બૌદ્ધ ધર્મના હ્રાસ પછી જે વર્ણધર્મનો પુનરુદય થયો તેમાં અભડાઈ જવાની વાત એટલી બધી આવી કે સમુદ્રયાત્રા તો ન જ થાય, સાથે સાથે ભારતના કેટલાક પ્રાન્તોની યાત્રા પણ ન થાય. આવા પ્રાન્તોમાં પવિત્ર મનાતા પુરુષો જાય નહિ, અને કદાચ જાય તો ભ્રષ્ટ