એકાંત - 105

રવિએ પ્રવિણને જણાવી દીધુ હતુ કે, એ બીજે દિવસે હેતલને મનાવીને ઘરે લઈ આવશે.રવિની વાત સાંભળીને પ્રવિણ ચિંતામુક્ત થઈ ગયો.રવિ પાસેથી રજા લઈને એ ત્યાંથી નીકળી ગયો.રસ્તામાં એ પારુલે મંગાવેલ શાકભાજી અને બીજી ઘરની વસ્તુઓ લેવાં માટે બજાર જતો રહ્યો.એક કલાકની અંદર એણે ઘરની જરુરી દરેક વસ્તુઓ લઈને ઘરે પહોંચી ગયો.પારુલને જાણ હતી કે,તે રવિની ઓફીસે એને મનાવવાં ગયો હતો.પ્રવિણને જોઈને પારુલ પ્રશ્નાર્થ ચહેરે એને જોવાં લાગી."મારી રવિ સાથે બધી વાત થઈ ગઈ છે.એ લોકો વચ્ચે નાની વાતને લીધે બોલચાલ થઈ હતી.તું ખાલી ખોટી ચિંતા કરતી હતી.એ આવતી કાલે હેતલની ઘરે જઈને તેણીને મનાવીને લઈ આવશે."પ્રવિણ પારુલનો ચહેરો જોઈને સમજી