હેતલને પિયર ગયે બે મહિનાની ઉપર થઈ ગયું હતું. એકવાર, પારુલે રવિને પૂછેલું હતું; હેતલને પિયર રોકાવાને ઘણો સમય થઈ ચુક્યો છે, ત્યારે રવિ ખોટું બોલીને વાતને ત્યાં જ પતાવી નાખી કે એક અઠવાડિયા પછી એની સહેલીનો પ્રસંગ એટેન્ડ કરીને આવી જશે.વધુ સમય થયો ગયો હતો. વત્સલને એની મમ્મીની ખૂબ યાદ આવતી હતી. એક અઠવાડિયું પૂરું થઈ ગયું હતું, પણ હેતલના કોઈ સમાચાર ન હતા.પારુલે રવિને હેતલને ઘરે લઈ આવે એવી વાત કરી તો રવિએ શુધ્ધ ભાષામાં જવાબ આપ્યો, "એ જ્યારે પિયરે રોકાઈને થાકશે તો એની રીતે આવી જશે. મમ્મી ! તમે એવી કોઈ ચિંતા કરો નહિ."આ વાત પારુલે પ્રવિણને