રાજને રમેશભાઈ સાથે બિઝનેસ કરવાનો આઈડિયા પ્રવિણે જ આપ્યો હતો. પ્રવિણે એને બિઝનેસ કરવા માટે પચાસ હજાર એના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધાં હતાં. બાકીના પચાસ હજાર રાજને એના પપ્પાએ આપેલા હતા. રાજે રમેશભાઈ સમક્ષ એક નાની પાર્ટનરશીપમાં એમની કેબીન ચલાવવાની ઓફર રાખી હતી. જેમાં એક લાખનો જથ્થાબંધ માલ રમેશભાઈનો અને એ કેબિન રાજે એક લાખમાં ખરીદી લીધી તો કેબિનમાં માલિકીનો હક રાજનો આવતો હતો.રાજ દરેક કાનુની નિયમો સાથે રમેશભાઈ સાથે બિઝનેસ કરવા માટે સમજાવ્યું. તે છતાં, રમેશભાઈએ રાજની આ ઓફર પર વિચારવા માટે ચાર દિવસનો સમય માંગ્યો હતો.રમેશભાઈની ઈચ્છા પાર્ટનરશીપ કરવાની બિલકુલ હતી નહિ. જ્યાં સુધી હાલતું હોય ત્યાં