‘જુઓ, હવે મારાં થી સહેજ પણ સહન નથી થતું. બહુજ થાકી જાવું છું હું.’ જમી પરવારી ને હાથ ધોઈ ને રમેશ હજુ કુર્સી પર બેઠો જ હતો કે નિશા બે ઘડીક વાતો કરવા એની સાથે બેસી. ‘કામવાળી રાખી લ્યો.’ રમેશે કહ્યું. ‘બા ની હેરાનગતિ ઓછી છે જો કામવાળી નાં નખરા સહન કરું?’ રમેશ ની વાત નું અસ્વીકાર કરતા નિશા એ કહ્યું. ‘તો તમે જ કહો હું શું કરું ? ક્યાં મુકી આવું બા ને.’ રમેશે ખીજાઈ ને કહ્યું. ‘તમે તો સવાર થી જતાં રહ્યો છો અને છેક રાત્રે આવો છો. બા રોજ ગળી ચહા પીવાની જીદ કરે છે. એમને શુગર