હોલિવુડ : યાદગાર મુવીઝ, યાદગાર અભિનેતા

ઉત્તમ કલાકાર એ છે જે દર્શકોને તેમનો અભિનય એ વાસ્તવિકતા છે તેવો અહેસાસ કરાવી દે.તેનો અભિનય જ દર્શકોને હસતા કે રડતા કરવા માટે કાફી હોય છે.અભિનેતાઓમાં ઘણાં એવા હોય છે જેમની કારકિર્દી દાયકાઓ સુધી લંબાયેલી હોય છે પણ તેમનો યાદગાર અભિનય બહુ ઓછો હોય છે જ્યારે કેટલાક કલાકાર એવા હોય છે જેઓ ઓછા સમય માટે પરદા પર આવ્યા હોય છે પણ તેમની પ્રતિભાને કારણે તેઓ યાદગાર બની જાય છે.૧૯૭૫માં રિલીઝ થયેલી વન ફ્લ્યુ ઓવર ધ કુકુઝ નેટ્‌સ એૅ જેક નિકોલ્સનનાં યાદગાર અભિનયને કારણે ક્લાસિક ફિલ્મ બની રહેવા પામી છે જેમાં તેણે મેકમર્ફી તરીકે ઉત્તમ અભિનય આપ્યો હતો.મેન્ટલ ઇન્સ્ટીયુશનમાં કેટલાક અસામાજિક