બોમ્બે રિઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ રચાયેલા આશરે ૧,૯૬,૦૦૦ ચોરસ કિલોમીટરના ગુજરાત રાજ્યનું નવું પાટનગર અમદાવાદના ટ્વીન સિટી તરીકે સાબરમતીની પશ્ચિમે સ્થપાવાનું હોવાની ભીતરી બાતમીના આધારે મિલમાલિકો સહિતના માલેતુજારો એ તરફ જમીનો ખરીદવા લાગ્યા. પાટનગર બંધાય ત્યારે જમીનના ભાવો વધતા ટૂંકા ગાળામાં નફાનો મોટો ગાળો મળી રહે એવી ગણતરી એ સૌએ રાખી હતી. પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ કસ્તુરભાઇ લાલભાઇએ પણ કેટલાક સોદા પાડ્યાના ખબર ફેલાયા પછી ખરીદારી ઓર વધી, કેમ કે તેઓ પાટનગર યોજનાને લગતા કેપિટલ પ્રોજેક્ટ સર્કલના મેમ્બર હતાઅને પાટનગરના સ્થળની બાબતે અમદાવાદ માટે તેમનો આગ્રહ જાણીતો હતો. ઊંચકાતા ભાવો સાથે ઊંચા માર્જિનનો નફો તારવી લેવા માગતા સૌ રોકાણકારો ની ધારણા અંતે