શહેરની પ્રખ્યાત દાસ કોલેજના મેદાનમાં રોજની જેમ સવાર સવારમાં ૮ વાગ્યાના સમયમાં તોફાન મચ્યું હતું. બધા છોકરાછોકરીયો રોજની જેમ મસ્ત તૈયાર થઈને આવતા જતા હતા. એટલામાં બે બાઈક એકદમ બહુ જ ઝડપથી અન્દર પ્રવેશી. એક બાઈક પર એકદમ મોર્ડેન યુવતી અને એક સીધો સાદો લાગતો એવો યુવક બેઠો હતો. બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવા લગતા હતા. બંને એવીરીતે જ બેઠા હતા અને એવીરીતે જ તોફાન મસ્તી કરતા કરતા બાઈક પર પ્રવેશ કર્યો. “ચલ, DEAR મારા ક્લાસનો સમય થઇ ગયો છે હું જાવ તમે બધા એન્જોય કરો. ઓકે “ યુવતી બોલી “ રોજ ઉતાવળ હોય છે તને “ બીજી બાઈક ઉભી રાખતા