પૃથ્વીનો ૭૧ ટકા જેટલો ભાગ તો પાણીથી જ છવાયેલો છે ત્યારે એ વાતનું આશ્ચર્ય ન હોવું જોઇએ કે પાણીની અંદરની દુનિયા માનવી માટે હંમેશા આશ્ચર્યજનક જ રહી છે.સદીઓથી માનવી પાણીની અંદર ડુબકીઓ લગાવતો રહ્યો છે અને ત્યાંથી અનેક પ્રકારની વસ્તુઓ મળી આવે છે ક્યારેક કોઇ તુટેલા પ્લેનનો ભંગાર કે ડુબેલા જહાજનાં અવશેષો મળે છે ક્યારેક તો કિંમતી ખજાનાઓ પણ હાથ લાગે છે.જો કે આના કરતા પણ વિચિત્ર વસ્તુઓ પાણીની સપાટીમાંથી મળી આવે છે.જેમાં પ્રાચીન કોમ્પ્યુટર, ખોવાયેલા શહેર, પાણીની અંદરનું સ્ટોનહેન્જ અને ક્લ્પનામાં પણ ન આવે તેવી વસ્તુઓ પાણીમાંથી મળી આવી છે.ફ્લોરિડાનાં દરિયા કિનારા પર ખજાનાની શોધ માટે પ્રખ્યાત થયેલા જે