એક વક્તાએ પોતાના જાહેર વક્તવ્ય દરમ્યાન કહ્યું,”સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ હોય છે.”શ્રોતાગણમાંથી તાળીઓનો વરસાદ થયો.લોકોએ અને ખાસ કરીને મહિલાઓએ આ વાતને ખુબ વધાવી લીધી.એક ટીખળી પુરુષે ઉભા થઈને વક્તાને પ્રશ્ન કર્યો,”સ્ત્રી એ શક્તિ છે તો અમે પુરુષો કોણ છે?”વક્તા ખૂબ મેઘાવી હતાં.તેમણે તરત જ વળતો ઉત્તર આપ્યો,”સ્ત્રી એ શક્તિ સ્વરૂપ છે અને પુરુષો સહનશક્તિના પ્રતિક છે.”કદાચ એ પુરુષ વક્તાએ સ્વાનુભવથી પણ ઉત્તર આપ્યો હોય એમ બને.રમૂજમાં કહેવાયેલી આ વાતનો સાર એટલો જ કે સંસારસાગરમાં અને દામ્પત્યજીવનમાં ‘શક્તિ’ જેટલું જ મહત્વ ‘સહનશક્તિ’નું છે.કમનસીબે ટેકનોલોજીના વિકાસ અને વિજ્ઞાનની હરણફાળ છતાં જનસામાન્યમાં સહનશક્તિનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે.તંદુરસ્ત માનવસંબંધો માટે આ