એક મૌન નજરઅમદાવાદના એચ એલ કોમર્સ કોલેજના કેમ્પસમાં વસંતના દિવસની હળવી ધૂપ, લીલાં ગાર્ડન અને ગુલાબના ફૂલોની સુગંધ બધું શાંત અને મીઠી લાગણી ભરતું હતું. સંદીપ એ ખૂણામાં, પોતાના નોટબુક અને પેન સાથે બેઠો, પાનું પર શબ્દો ખેંચતો રહ્યો. ક્યારેક કવિના હૃદયની ઊંડાઈમાંથી ઉકળતી લાગણીઓ પાનું પર ઉતરતી, ક્યારેક અનામી પ્રેમની ચુપ્પી ગાળવામાં જ રહી.હર સમય સંદીપ ની નજર એ એક જ વ્યક્તિ પર ઝુકેલી હતી અને તે હતી કામિની તેની સહપાઠી. તે પ્રથમ દિવસ થી જ કામિની ને મનોમન પસંદ કરવા લાગ્યો હતો. સંદીપ એક શરમાળ, ડરપોક અને ભણવામાં વ્યસ્ત છોકરો હતો, જે ક્યારેય પોતાના હૃદયની લાગણીઓને સીધા વ્યક્ત