20. ‘અંતિમસંસ્કાર’ ?મેં ઉપરથી નીચે ખીણ તરફ નજર કરી. નહીં નહીં તો સો દોઢસો ફૂટ નીચે ખીણમાં કો પાયલોટનો મૃતદેહ કહોવાયેલી હાલતમાં પડેલો. આટલે ઉપર પણ દુર્ગંધ આવતી હતી. મેં આટલે દૂરથી, વગર દુરબીને એને ઓળખ્યો કેવી રીતે? એણે અમારાં વિમાનની સીટ નું કવર જ કમર ફરતે વીંટેલું એ દેખાયું અને એના વાળ, ગોરી ચામડી. હા, એ યુકે નો હતો. ખૂબ કુશળ. મને આ બધી કપરી પરિસ્થિતિઓમાં એણે જ ખૂબ સાથ આપેલો. આ ટાપુ પર વસવા ઘણી સ્ટ્રેટેજીઓ એણે પ્લાન કરેલી એ મુજબ અમે કામ કરતા હતા. ખૂબ હિંમતવાન.હવે? એને ઉપર લાવવા કે ત્યાં દફનાવવા નીચે તો જવું ને? એ