નિસર્ગે એની ખૂબ કિંમતી વસ્તુ એણે એના કબાટના સિક્રેટ લોકરમાં સંતાડીને રાખી હતી. સંજયભાઈ પાસેથી ચાવીનો જુડો લઈને નિસર્ગે ચાવી વડે એ લોક ખોલ્યો તો સૌ કોઈની આંખો આશ્ચર્યથી જોવાં લાગી. એ વસ્તુ હકીકતે ખજાનાથી ઓછી ન હતી. સૌનાં મનમાં એક જ સવાલ હતો કે આજ સુધી નિસર્ગે એવી પ્રિય વસ્તુ વિશે કોઈને જાણ કેમ નહિ કરી હોય ? "નિસર્ગ, તને ડ્રોઈંગનો પણ આટલો શોખ હતો ? આટલા વર્ષૉમાં તે મને તો કોઈ દિવસ કહ્યું પણ નથી !"લોકરમાંથી નિસર્ગે પોતે એની નાની ઉંમરમાં ડ્રોઈંગ કરેલા હતા એ ચિત્રો નીકળ્યા હતા. જેમાં પશુ - પક્ષીથી લઈને કુદરતી સીન અને ભગવાનના પણ ચિત્રો