એકાંત - 101

રેખાબેન હવે કાયમી સંજયભાઈની ઘરે રોકાઈ જશે; એ જાણીને નીલ દુઃખી થઈ ગયો હતો. નીલ રેખાબેનની સોડમાં રડવાં લાગ્યો. રેખાબેન એને છાના રાખતા ખુદ રડવાં લાગ્યાં. નિસર્ગ અને હિમજા એ લોકોની પાસે આવી પહોચ્યાં. બન્નેને રડતાં જોઈને શાંત રાખવા માટે નિસર્ગે થોડીક મસ્તી કરી અને બોલ્યો.""આ શું અત્યારથી વિદાય કાર્યક્રમ ચાલું કરી નાખ્યો ? અમને લોકોને બોલાવ્યાં પણ નહિ."હિમજાને નિસર્ગે આવી રીતે કહ્યું એ જરાય પસંદ ના આવ્યું. તેણી રેખાબેનને અને નીલને છાનાં રાખવાં લાગી."નીલ ! આમ તું રડીશ તો દાદીને પણ ત્યાં નહિ ગમે. એ ઘર દાદા અને દાદીએ વસાવેલું છે. તું તારા માળામાંથી ઊડીને આકાશમાં વિહાર કરવા નીકળી જઈશ