બાળપણ

  • 560
  • 156

હજુ પણ પગના તળિયા સામે ઝાંખીને જ્યારે જોવ છું,બચપણમાં પડેલ એ ઉઝરડા જોઈને એકાંતમાં રોવ છું.   ગામડામાં રહેતા ન હોઈ તેવા બાળકોને કાંટો એ શું એ ખબર નહિ હોઈ? અને હવે આપણને પણ પગમાં કાંટા નથી લાગતાં. મને ઘણીવાર વિચાર આવે કે, શું કાંટા ગુમ થઈ ગયા કે પછી એવા પગરખાં આવી ગયા! "મને પગમાં કાંટો વાગ્યો" એવું હવે ભાગ્યે જ સાંભળવા મળે છે. તમે યાદ કરો કે, આપણે ચંપલ પહેર્યા હોઇ તો ચંપલ વીંધીને પગમાં કાંટો ખૂંચી જતો. ખબર હશે કે, ઘણીવાર કાંટો કાઢતી વખતે રડવું આવી જતું. અરે ઝામરો થઈ જતો, એ ઝામરો પછી સોય-દોરા થકી વીંધવામાં આવતો.