સંવેદનાની એ અટારીએથી ... મૃત્યુનો સ્વિકાર સહજ થઈ ગયો છે કે સંવેદનાને કાટ લાગ્યો છે કારણ ગમે તે હોય પણ સમાજમાં સ્વજનની મૃત્યુની , તેની પોતાનાં જીવનમાંથી "કાયમી વિદાયની" સંવેદના હૃદયને જોઈએ એટલી સ્પર્શતી નથી. કે એટલી અનુકંપા જન્મતી નથી. ઘણીવાર પોતિકુ કોઈ જન જ્યાં સુધી સાથે રહે છે ત્યાં સુધી તેના "કાયમી ન હોવાની "સ્થિતિનો "ક્યારેય ફરી ન જોઈ શકવાની", જીવનમાં કદી તેમની સાથે ફરી વાત નહીં કરી શકીએ તેવી સ્થિતિને કલ્પવી, અંદાજો હોવો કે ક્ષણની ક્ષણભંગુરતા ની અનુભૂતિ ક્યારેય હોતી જ નથી. માણસ આપણા જીવનમાં કેટલીક "ખાલી જગ્યા" છોડીને ગયો, આપણા જીવનના કયા ઓરડામાંથી સામાન પેક