સોહમના મનમાં રંજ નહોતો કંઈ બોલ્યાનો..વર્તનનો..એ ત્યાંથી વાત ટૂંકાવી ઉભો થઇ ગયો..બોલ્યો..”વિશ્વા આજે ઘણું જાણ્યું..જાણીને દુઃખ થયું..પણ સારું થયું જાણ્યું..એમાં મારો વાંક નથી ..હું ક્યાંય નિમિત્ત નથી.. ભવિષ્યમાં હું આવા કોઈ કારણ ઉભા નહીં થવા દઉં.. મારા માટે સબંધો..પ્રેમ, લાગણી,સંવેદના અગત્યના છે..હું બિલકુલ ભૌતિકવાદી નથી..પૈસો જરૂરી છે..પણ પૈસાનો પૂજારી નથી..જીવનમાં લાગણી પ્રેમ સામે પૈસાનું મહત્વ નહીં હોય..મારી વિચાર શરણી જુદીજ છે.. હું કુદરતમાં માનનારો એને રિસ્પેક્ટ.. સન્માન આપવા વાળો છું..આજે બહુ..કઈ નહીં વિશ્વા.અત્યારે સુવા જાઉં..મન વિચલિત છે..વિચારો છે..મનનું સમાધાન કરી વિચારો શાંત કરી સુઈ જઈશ.. કાલે સવારે આપણે ડુંગરે જઈશું..તારી મોમને પૂછી રાખજે…એમની પરમિશન વિના નહીં જઈએ..” વિશ્વા…સોહમ સામે જોઈ