સોહમ અને વિશ્વા ઘરમાં દોડી ગયા…ઝૂલા પર બેઠા…સોહમને યાદ આવી ગયું.. સોહમે વિશ્વાની સામે જોઈ કીધું..” આજ હીંચકે આપણે બેઠાં હતાં અને કાકીએ આવી તને ટોકી હતી..ભલે મને કશું કીધું નહોતું પણ એમનાં હાવભાવ..એમની નજર..હું વધુ વખત સાંખી શક્યો નહોતો..એમની નજરમાં એક કોઈ ધરબાયેલો રોષ…ગુસ્સો..કોઈ જૂનો અણગમાનો શિકાર કોઈ અપમાન એમના મનમાં હતું.એક અતૃપ્ત આશ..ખબર નહીં પણ હું એક અજાણ્યો ઘા ઝીલીને હેબતાઈ ગયેલો..મારો વાંક..આપણો કોઈ વાંક નહોતો..કાયમ તેઓ મને ખુબ સાચવતા…આટલા વર્ષો થી તારા ઘેર જ જમવાનો નિ યમ..એક વણ માંગ્યો હક…માનતો આવ્યો છું..દિગુકાકા તો બીજું ઘરજ સમજે..તેઓ કાયમ ત્યાંજ જમે..તારા પાપા એમના ખાસ..ખાસ મિત્ર..સાવ સગાભાઇ જેવા..પણ..કાકીએ કેમ એવું