અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -36

  • 122

પશાકાકાનાં વરંડામાં બધા બેઠા હતા..ત્યાં પશાકાકાએ પૂછ્યું “ ધર્મેશ શું હતું? તમને કેમ બોલાવેલા? ધર્મેશભાઈ કહે..બધાને જમીને આવવાદોને પછી શાંતિ થી વાત કરું છું.હમણાં પેલો રાજુ આવશે પમ્પલઈને..દવા છાંટવાનો… સરખી સેર છૂટતી નહોતી..એ નોઝલ બદલાવી લઇ આવવાનો હતો..મને પાછા વળતામળેલો, મને કહે તમે ઘરે પહોંચો હું જમી પરવારી ત્યાં ફળિયામાં લેતો આવીશ..એ આવતોજ હશે એ આવીનેજાય પછી બઘી વાત કરીએ..એમાં બૈરાં સાથે હોય તો સારું ..હમણાં આવશે..” પશાકાકા કહે“ એ વાત પણ સાચી છે પાછી કોઇવાત કહેવી સાંભળવી રહી જાય તો માથાકૂટ..એમને ના પહોંચી વળાય..” એમ કહી હસ્યા .. હમણાં સુધી મૌન બેઠેલા દીગુભાઈ બોલ્યા “ સાચી વાત છે એલોકોને