અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -35

સિડનીની ભીની ભીની ઠંડી શાંત.. સવાર પડી…બધુંજ રોજની જેમ સુમસામ..એકાદ કાર રોડ પરથી પસાર થઇ જતી..સુંવાળા ગાદી તકિ યા રેશમી લીસા બ્લેન્કેટમાંથી હાથ કાઢવો ગમે નહીં એટલી ઠંડીમાં ભૈરવી થોડા કંટાળા સાથે બેડમાં બેઠી થઇ..ગાઉન સરખો કર્યો ..લાંબા વાળ સરખા કરી અંબોડો વાળ્યો..બાજુમાં ઘસઘસાટ ઊંઘતા ધનુષ સામે જોયું.. એક મારકણું સ્મિત હોઠ પર આવી ગયું..એનો હાથ આપોઆપ એનાં કપાળ પર ગયો..વાળ સરખા કરી ઝૂકીને એક ભીની કીસ કરી..એને થોડીવાર નીરખતી રહી..પછી રાત્રિનાં સંવાદ યાદ આવ્યા..ફરી હસી.. શરમાઈ ગઈ..પાછળને પાછળ આઈ સાથે થયેલી બધી વાત યાદ આવી ગઈ.. ચહેરાં પર હાવભાવ બદલાઈ ગયાં..એ પછી ચિંતામાં પડી..પગ પરથી બ્લેન્કેટ હટાવ્યો બેડ પરથી