રેખાબેનને હજી એક આશ જાગી હતી કે, જો સંજયભાઈ એમનો સાથે આપે તો એમનાં જીવનના કોરાં પન્નાઓમાં પ્રેમ અને લાગણીના રંગોનો છંટકાવ કરીને રંગીન બનાવી નાખે. એમણે આ વાત સંજયભાઈની સમક્ષ જાહેર પણ કરી.સંજયભાઈ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું હતું. તેઓ એમની સાથે જે કાંઇ ઘટના બની એ કોઈ કુદરતી સંકેત હોય અને એમને અનુસરીને બધુ ચાલતું હોય એમ માની લીધું."જુઓ ! હું તમને ફક્ત એક જ વાત કહેવાં માંગું છું કે નિયતિ આપણી સાથે હોય તો હવે આપણે આનાકાની કરીને પીછે હઠ કરવી ના જોઈએ. આ બધું કર્મોને આધિન છે. શાસ્ત્રો પણ એ જ કહે છે કે, વ્યક્તિનું સારું