એકાંત - 98

જીવનમાં પ્રથમ વખત રેખાબેન સંજયભાઈને જાહેરમા મળવાં જવાનાં હતાં. એ ખુશીની સાથે એમની અંદર ગભરામણ વધી ગઈ હતી. આ રીતે કોઈને એકલાં એ પાછું જાહેરમાં મળવાં એમની યુવાનીમાં પણ ગયાં ન હતાં.રેખાબેનથી વધુ ખુશી હિમજાના ચહેરા પર હતી. તેણી આ વાત જાણીને એના હાથો વડે રેખાબેનને તૈયાર કરી દીધાં. તૈયાર થઈને રેખાબેન એકીટસે અરીસામાં ખુદનાં રૂપને નિહાળવાં લાગ્યાં."મમ્મી ! તમને આ લુક પસંદ ના હોય તો તમે તમારી રીતે ચેન્જ કરી નાખજો. આજકાલ સિનિયર સિટિઝન પણ આવાં લુક સાથે દેખાય આવે છે." રેખાબેન કશું ના બોલ્યાં તો અચકાતાં શબ્દોએ હિમજાએ કહ્યું. રેખાબેને અરીસાની સામેથી નજર હટાવીને હિમજા સામે ગંભીર નજરોથી જોયું,