એકાંત - 97

હિમજાનાં કહેવાથી નિસર્ગને એના પપ્પા માટે રહેલ નફરતની પાછળ એમણે કરેલ સહનશીલતા તથા પરિવાર તરફ રહેલી અનન્ય લાગણીને મહેસુસ કરવાં લાગ્યો. એણે હિમજા પાસેથી એના પપ્પાની વેદના જાણીને એ જ ક્ષણે નક્કી કરી લીધું કે એ એના પપ્પાની માફી માંગીને એમને એમના ઘરે પરત બોલાવી લેશે.સવારે નિસર્ગને ઓફીસના સમયે એના મોબાઈલ પર હાર્દિકનો કોલ આવી ગયો હતો. હાર્દિક સાથે નિરાંતે વાત કરવા માટે એ પાર્કિગ એરિયામાં કાર પાસે વાત કરવા ઊભો રહી ગયો. હાર્દિકે એની પાસે એના પપ્પાની વાત ઊખેડી લીધી. મનમાં એક ડર પણ હતો કે નિસર્ગ એના પપ્પાનું નામ જાણીને ગુસ્સો ના કરે."એ તો હું પણ જાણું છું.