તું પાછો ક્યારે આવીશ ?

  • 40

લે. કેતન મોટલા ‘રઘુવંશી’   ‘ અભિનંદન મનોજભાઈ,  તમારા દીકરાનો ધોરણ 10 બોર્ડમાં આખા રાજ્યમાં ચોથો નંબર આવ્યો.  જુઓ આજે છાપામાં ફોટો આવ્યો છે  પેંડાની પાર્ટીતો આપવી પડશે હો !’ માર્કેટિંગ યાર્ડના વેપારી  સંજયભાઈ અભિનંદન આપતા બોલ્યા.    ‘ખૂબ ખૂબ આભાર સંજયભાઈ,  ચોક્કસ પાર્ટી તો મારે આપવી જ પડે !’ મનોજકુમાર ઉત્સાહ સાથે બોલ્યા। સૌરાષ્ટ્રના મધ્યમ કક્ષાના શહેરના માર્કેટિંગ યાર્ડમાં અનાજ કરિયાણાની દલાલીનું કામ કરતા મનોજકુમારના તેજસ્વી પુત્ર વિવાનની સફળતાથી ઘરના સૌ ખુશ હતા. પત્ની કવિતાબેન તો આડોસ પાડોશમાં ઉત્સાહથી પેંડા વેચી પણ આવ્યા હતા. ઘરમાં આનંદનું વાતાવરણ છવાયેલું હતું ન્યુઝ ચેનલ અને સ્થાનિક અખબારવાળા ઘરે વિવાનનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચી