ખાલી ખુરશી

એક ભયાનક ખુરશી  ભાગ ૧ગામનું નામ હતું ઘોરવાડા — નાનું, પણ શાંત ગામ. ત્યાંના દરેકને એક ઘર વિશે ખબર હતી — જમનાદાસનું જૂનું મકાન. મકાનના મધ્યમાં એક ખુરશી પડેલી હતી… કાળી લાકડાની, અજીબ આકારની, જાણે વર્ષોથી કોઈ ત્યાં બેઠું ન હોય. પણ ગામના લોકો કહેતા — “એ ખુરશી ક્યારેય ખાલી નથી હોતાં.”જમનાદાસ સાહેબ એક વખત મોટી હસ્તી હતા. વેપારમાં માહિર, પણ લાલચી. એ ખુરશી પર બેઠા પછી તેઓ કોઈની વાત સાંભળતા ન હતા. લોકો કહે છે — એ ખુરશી તેમને બોલાવતી હતી, કાનમાં કંઇક ફૂંકતી હતી.એક રાતે જમનાદાસનો અવાજ આખા મકાનમાં ગુંજ્યો — “કોઈ મારી ખુરશી પર ન બેસે…”અને એ