વિરહ

...                       !! વિચારોનું વૃંદાવન !!                            !! વિરહ !!                           શહેરની શાનદાર સોસાયટીઓમાંની એક પ્રખ્યાત સોસાયટી એટલે મધુબાગ. તેની મધુર મહેક એટલી પ્રસરેલી કે એકલતાના ઓશીકે સુના પડેલા સંસારને જીવવા ક્ષણભરનો સહારો બની જતી. તેની નાનકડી ગલીએ ઘણાયના ચારિત્ર્યના સરનામાઓ સંગ્રહ કરી રાખ્યા હતા. સંધ્યા ઢળે અને તેની ઝળહળતી રોશનીમાં કેટલાંયની જીંદગીમાં તરંગો પ્રસરી જતાં હતાં. દુનિયાથી ચારિત્ર્યના રંગ છુપાવવા આ ગલીમાં જાણે એક મેળો જામી જતો