ધર્મસંકટ - 1

  • 120

પ્રકરણ ૧ :"વિપ્લવ, તારાં મત પ્રમાણે, પ્રેમને સૌથી સચોટ રીતે કોણ પારખી શકે? મન કે મસ્તિષ્ક?" -રમાએ પોતાના પતિને પૂછ્યું."પ્રિયે, આ પ્રશ્ન જટિલ છે. પ્રેમને ન તો મસ્તિષ્ક પારખી શકે, કે ના તો મન..!" -રમણે હળવું હસીને જવાબ આપ્યો.બન્ને પતિપત્ની, સાંજની મધુર વેળાએ પોતાના નાનકડા, સાધારણ, પરંતુ સુંદર સુશોભિત ઘરના આંગણામાં ખાટલો ઢાળી બેઠાં હતાં. રમા શાક સમારી રહી હતી. તો વિપ્લવ વાંસનો હાથપંખો ગૂંથી રહ્યો હતો."તો પછી? પ્રેમ ક્યાં પરખાય છે? -રમાએ પ્રતિપ્રશ્ન કર્યો."જો રમા, રમણ મને કહેતો હતો કે, મસ્તિષ્ક એટલે કે મગજ, એ આપણું એક યંત્ર સમાન અંગ છે જે માથામાં સ્થિત છે, જ્યાં પ્રેમ, ઘૃણા, ડર,