વાર્તા:- જન્મદિવસની સાચી ખુશીવાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનાનાં બાળકો માટે આતુરતાથી રાહ જોવાનો દિવસ એટલે તહેવારનો દિવસ અથવા તો પોતાનાં જન્મદિનનો દિવસ. આખુંય વર્ષ તેઓ આની રાહ જોતાં હોય છે. પણ જ્યારે આ બંને દિવસો એક જ હોય ત્યારે એની આતુરતા બેવડાઈ જાય છે.એક મધ્યમવર્ગીય પરિવાર માટે તો આવનારા તહેવાર, ખાસ દિવસો અને સામાજિક પ્રસંગો એટલે બજેટ પર લાગતું ગ્રહણ! આવા જ એક મધ્યમવર્ગીય પરિવારની એક પ્રેરણાત્મક ઘટના આજે જોઈએ. જ્હોન અને તેનો પરિવાર એક નાનકડાં પરંતુ પોતાનાં ઘરમાં સુખેથી રહેતાં હતાં. અમુક ઈચ્છાઓ પૂરી કરી શકતાં હતાં અને અમુક બાબતોમાં મનને મનાવી લેવું પડતું હતું. પરંતુ આજનાં દિવસની વાત