જ્યારે કોઇ લેખક પુસ્તક લખતો હોય છે ત્યારે તે આગામી સમયમાં જીવન કેવું હશે તે અંગેની પોતાની કલ્પના કામે લગાડતો હોય છે પણ ક્યારેક તેનું દર્શન એટલું સચોટ હોય છે કે તેની કહેલી મોટાભાગની કલ્પનાઓ સાચી પુરવાર થાય છે અને તેનું ભવિષ્યદર્શન યથાર્થ પુરવાર થતું હોય છે.ધે શુટ હોર્સિસ, ડોન્ટ ધેનું પ્રકાશન ૧૯૩૫માં થયું હતું.જેમાં રોબર્ટ નામનાં યુવકની કથા છે જે લોસએન્જલસમાં ફિલ્મોમાં કિસ્મત અજમાવવા આવે છે.જ્યારે તે એકસ્ટ્રા તરીકે કામ મેળવવા સંઘર્ષ કરતો હોય છે ત્યારે તેની મુલાકાત ગ્લોરિયા નામની યુવતી સાથે થાય છે જે પણ અભિનેત્રી બનવા માંગતી હોય છે.જ્યારે તેમને ફિલ્મોમાં કામ મળતું નથી ત્યારે તેઓ ડાન્સ