થામા

  • 200
  • 62

થામા- રાકેશ ઠક્કર          ફિલ્મ ‘થામા’ જોઈને કોઈપણ દર્શક પહેલાં એમ જરૂર કહેશે કે એમાં હોરર, કોમેડી, અભિનય, VFX વગેરે સારા છે. પછી આગળ એમ જરૂર કહેશે કે ‘મેડોક ફિલ્મ્સ’ ની અગાઉની ફિલ્મો કરતાં બધું થોડું ફિક્કું છે! ખાસ કરીને બંને ‘સ્ત્રી’ જેવી હોરર- કોમેડી નથી. તેથી દિવાળીના દિવસે ‘સ્ત્રી 2’ થી પણ મોંઘી ફિલ્મ હોવાથી સારું છતાં તેનાથી અડધું પણ નહીં રૂ.25 કરોડનું જ ઓપનિંગ મળ્યું છે. તે સૌથી મોટી ફિલ્મ બનવા અંગે શંકા છે.          'થામા' ફિલ્મ 'સ્ત્રી 2' જેવી ન લાગવા પાછળ વિવેચકો અને દર્શકો દ્વારા આપવામાં આવેલા મુખ્ય કારણો જોઈએ તો 'સ્ત્રી' અને 'સ્ત્રી 2' માં હોરર અને કોમેડીનું સંતુલન મજબૂત હતું. ખાસ કરીને કોમેડી ખૂબ જ તીવ્ર હતી. અહીં હોરરનો ભાગ