જીવન પથ - ભાગ 35

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૫          "જ્યારે આપણે અવરોધો તોડીને આપણી ક્ષમતાને ઓળખી લઈએ છીએ ત્યારે કંઇક જાદુ થાય છે."       આનો અર્થ એવો છે કે આપણા જીવનમાં આવતા મુશ્કેલ પડકારો (અવરોધો) અથવા આપણા મનની સંશયની દીવાલો ને જ્યારે આપણે હિંમત કરીને પાર કરી દઈએ છીએ, ત્યારે આપણને અહેસાસ થાય છે કે આપણામાં તો એનાથી પણ મોટું કંઈક કરવાની તાકાત (ક્ષમતા) છુપાયેલી હતી. અને આ ઓળખ થતાં જ આપણા કામ, પરિણામ અને આત્મવિશ્વાસમાં એક અદ્ભુત અને 'જાદુઈ' બદલાવ આવે છે. આ જાદુ એટલે બીજું કઈં નહીં પણ આપણી જ અંદર છુપાયેલી અદભૂત શક્તિનો પ્રગટ થવું.         તમારી અંદર છુપાયેલી શક્તિને નવો ખોરાક આપતા રહો. તમારા રસના ક્ષેત્રમાં નવું શીખતા