અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -33

ધનુષ અને ભૈરવી એકમેકમાં એકદમ પરોવાઈ પ્રેમ કરી રહેલાં એમને બહારની દુનિયા સાથે કોઈ મતલબજ નહોતો.. ત્યાં એનો ખાસ મિત્ર મનોજ આવેલો.. જોકે એને ધનુષેજ મળવા કીધેલું..મનોજ અને ધનુષ ઓસ્ટ્રલિયામાં આવ્યા ત્યારથી એકમેકને ઓળખતાં.. ખુબ મદદરૂપ થયેલાં. બન્નેને એકબીજા ઉપર વિશ્વાશ પણ અતુટ...કોઈપણ કામ હોય કરી છૂટતા..એ સંઘર્ષનો સમય યાદ આવેતો બન્ને આજે પણ થથરી જાય છે..સોહમ માટે ધનુષે મનોજની મદદ લેવા વિચારેલું.. કે સોહમને સારી કાયમી જોબ એની લાઈનની મળી જાય ઠરીઠામ થાય..આજ સુધીમાં કેટલી જોબ મળી..છોડી..પણ સરખું ઠેકાણું પડતું નહોતું.ના એ કોઈ ઘરમાં સેટલ થતો..કાઇને કઈ એને પ્રોબ્લેમ થતો.. છેવટે હવે એકલોજ રહે છે..જ્યારે જવું આવવું કોઈ ટોકનાર