વિશ્વા..સોહમ સાથે ચા પીવા આવી ત્યારથી થોડી વિચારો સાથે સાથે બધું કહી દઈ..ઊંડે ઊંડે માં પર વીતેલી ભૂતકાળની વાતો..એ સોહમને બધું કહી રહી હતી પણ..કોઈ વાત એક સરખી સળંગ કહી નહોતી રહી..એક વાત કરે..એ કરતા કરતા બીજી કહેવા માંડે..વચ્ચે સોહમને પ્રશ્નો પૂછે ..ખબર નહોતી પડી રહી ..કહેવું છે શું કહેવાય જાય છે..મનની વિહ્વળ સ્થિતિ જણાઈ આવતી હતી..એલોકો ઘરે જઈ રહેલાં અને હાઇવેથી ગામ તરફ જતા નેળીયા જેવા રસ્તે વિશ્વાનાં માંપાપા પાછા ફરી રહેલા..એ ઘરે પહોંચવાનો ટૂંકો રસ્તો હતો..સોહમે કહ્યું“ વિશુ તારી મમ્મી પાપા આગળ જઈ રહયા છે એલોકો હમણાંજ આવ્યાં લાગે..વિશ્વાએ કહ્યું “ હા આવી ગયા તું પાછળ ધીમે ધીમે