એકાંત - 96

સ્ત્રી તો શબ્દો વડે એમની લાગણી જાહેર કરીને ચિંતામુક્ત થઈ શકે છે, પણ પુરુષ એક એવી પ્રજાતિ છે, જેને લાગણી વ્યક્ત કરતા આવડતી નથી. આથી એ એની પત્નીના હૂંફમાં રિલેક્સ થઈ જાય છે.હિમજાની વાતથી નિસર્ગ ધીરે ધીરે અતુલભાઈની લાગણીને સમજવાં લાગ્યો પણ પૌરુષ તરીકે એ નમતું મૂકવાં તૈયાર થઈ રહ્યો ન હતો, "તને એવું લાગે કે એ પથ્થર હૃદયનાં માનવીની અંદર ક્યાંક લાગણીની વહેણ પસાર થઈ રહી છે ? એ જ કારણ હોય તો એ મને નહિ પણ મમ્મીનો સ્વીકાર કરીને એમની ઘરે લઈ જઈ શકે છે. એમને આ ઉંમરમાં મમ્મીથી ડિવોર્સ લઈને બીજાં મેરેજ કરવાના અભરખા ચડેલા છે." નિસર્ગે